(N/A) પ્રોટીન એ જીવંત પ્રણાલીમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા જૈવ-અણુઓ છે. પ્રોટીનના મુખ્ય સ્ત્રોત દૂધ,ચીઝ,કઠોળ,મગફળી,માછલી,માંસ વગેરે છે.
તેઓ શરીરના દરેક ભાગમાં જોવા મળે છે અને જીવનના બંધારણ અને કાર્યોનો આધાર બનાવે છે. તેઓ શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે મહત્વપૂર્ણ ઘટક છે.
'પ્રોટીન' શબ્દ ગ્રીક શબ્દ "પ્રોટીયોસ" (proteios) પરથી આવ્યો છે,જેનો અર્થ થાય છે પ્રાથમિક અથવા મુખ્ય મહત્વનું. પ્રોટીન એ $\alpha$-એમિનો એસિડના પોલિમર છે.
એમિનો એસિડમાં એમિનો $(-NH_{2})$ અને કાર્બોક્સિલ $(-COOH)$ ક્રિયાશીલ સમૂહો હોય છે. કાર્બોક્સિલ સમૂહની સાપેક્ષમાં એમિનો સમૂહના સ્થાનના આધારે,એમિનો એસિડને $\alpha, \beta, \gamma, \delta$ વગેરે તરીકે વર્ગીકૃત કરી શકાય છે. પ્રોટીનના જળવિભાજનથી માત્ર $\alpha$-એમિનો એસિડ જ મળે છે. તેમાં અન્ય ક્રિયાશીલ સમૂહો પણ હોઈ શકે છે.
બધા $\alpha$-એમિનો એસિડના સામાન્ય નામ હોય છે,જે સામાન્ય રીતે તે સંયોજનના ગુણધર્મ અથવા તેના સ્ત્રોતને પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ તરીકે,ગ્લાયસીનનું નામ તેના ગળ્યા સ્વાદને કારણે પડ્યું છે (ગ્રીકમાં ગ્લાયકોસ એટલે ગળ્યું) અને ટાયરોસીન સૌપ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યું હતું (ગ્રીકમાં ટાયરોસ એટલે ચીઝ). એમિનો એસિડને સામાન્ય રીતે ત્રણ અક્ષરોના પ્રતીકો દ્વારા દર્શાવવામાં આવે છે; ક્યારેક એક અક્ષરના પ્રતીકનો પણ ઉપયોગ થાય છે.
$\alpha$-એમિનો એસિડનું સામાન્ય બંધારણ:
$R-CH(NH_{2})-COOH$
(જ્યાં $R$ = સાઇડ ચેઇન)